Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

ખેતરોમાં દોડનારી મહિલા એથલીટ્સે ડંકાની ચોટે ભારતનું મસ્તક ગર્વથી ઉંચુ કર્યું.

દોડના મેદાનમાં આ ખિતાબ માટે દોડતી ૧૮ વર્ષની હિમા દાસે માત્ર ૫૧.૪૬ સેકન્ડના સમયમાં જ વિજય મેળવીને સવર્ણ પદક મેળવ્યું હતું. આ વિજય મળ્યા પછી જ ભારતીય ખેમામાં હર્ષોલ્લાસ પથરાઈ ગયો હતો.

Advertisements

નામ – હિમા દાસ
જન્મ – ૯ જાન્યુઆરી ૨૦૦૦ ( આયુ – ૧૮ વર્ષ )
જન્મ સ્થળ – નોગવ, આસામ
નેશન – ભારતીય
કોચ – નિપોન દાસ
સ્પર્ધા – ૪૦૦ મીટર (માત્ર ૫૧.૪૭ સેકન્ડમાં )

સિદ્ધિ – ગોલ્ડ મેડલ ( IAAF World U20 Championships – 2018 ) ( IAAF is biennial world championships for the sport of Athletics organised by the International Association of Athletics Federations ), વિશ્વ ચેમ્પિયનશીપમાં સુવર્ણ પદક જીતનાર પ્રથમ ભારતીય ટ્રેક એથલીટ બની.

એક બાજુ ભારતમાં લોકો ક્રિકેટ અને વર્તમાન સમયમાં મન પર ઘેરાયેલ ફૂટબોલ ફિવરમાં ખોવાયેલા હતા, ત્યાં બીજી બાજુ એજ સમયે કોઈ હતું જે પોતાના દેશ માટે રમી રહ્યું હતું.

ગુરુવારના દિવસે જ્યાં એક બાજુ ટીવી પર ઇંગ્લેન્ડ અને ભારતની ક્રિકેટ મેચ ચાલુ હતી, ત્યારે બીજી બાજુ ભારતની મહિલા એથલીટ્સ હિમા દાસ પણ ભારતના નામે એક ઇતિહાસ રચવા માટે રમી રહી હતી.

શુ તમે જાણો છો…? કે હિમા દાસ IAAF વિશ્વ અંડર ટ્વેન્ટી એથલીટ્સ ચેમ્પિયનશીપમાં ૪૦૦ મીટર રેસની ફાઇનલનો ખિતાબ જીતીને વિશ્વ સ્તરે સુવર્ણ પદક જીતનાર ભારતની પ્રથમ મહિલા એથલીટ બની ગઈ છે.

દોડના મેદાનમાં આ ખિતાબ માટે દોડતી ૧૮ વર્ષની હિમા દાસે માત્ર ૫૧.૪૬ સેકન્ડના સમયમાં જ વિજય મેળવીને સવર્ણ પદક મેળવ્યું હતું. આ વિજય મળ્યા પછી જ ભારતીય ખેમામાં હર્ષોલ્લાસ પથરાઈ ગયો હતો.

જો કે હિમા દાસ ૫૧.૪૬ સેકન્ડમાં જીત મેળવીને પણ પોતાના જ દ્વારા સ્થાપિત ૫૧.૧૩ સેકન્ડના રેકોર્ડથી પાછળ છૂટી ગઈ હતી. એટલે કે એનાથી ઓછા સમયમાં પૂર્ણ કરવાનો રેકોર્ડ પણ એના જ નામે છે.

હિમા દાસથી પહેલા ભારતની કોઈ પણ મહિલાએ વિશ્વ ચેમ્પિયનશીપમાં કોઈ પણ સ્તરે સવર્ણ પદક મેળવ્યું નથી. આ જોતા હિમા દાસ એ વિશ્વ સ્તરે ટ્રેક સ્પર્ધામાં સવર્ણ પદક જીતનારી પણ પ્રથમ ભારતીય મહિલા ખિલાડી બની ચુકી છે.

રેસ જીત્યા પછી જ્યારે હિમા દાસે મેડલ લીધુ ત્યારે ખુશીના કારણે એ ભાવુક બનીને રડી પડી હતી. જો કે ઇતિહાસ રચ્યા પછી પણ એણે પોતાના શબ્દોમાં માત્ર એટલું જ કહ્યું હતું કે ‘વિશ્વ કક્ષાની જુનિયર ચેમ્પિયનશીપમાં સવર્ણ પદક મેળવીને હું અત્યંત ખુશ છું. હું મારા દેશના બધા જ દેશવાસીઓનો આભાર વ્યક્ત કરવા માગું છું અને એ બધાનો પણ, જેમણે અહીં મારા પક્ષે રહીને મારી હિંમત વધારી છે.

વિશ્વ સ્તરે મળેલી આ જીતની સાથે જ હિમા દાસ સ્ટાર ખેલાડી નીરજ ચોપડાની સૂચિમાં આવી ગઈ છે, નીરજ ચોપડા કે જેમણે પોલેન્ડ ખાતે ૨૦૧૬માં આ જ પ્રતિયોગીતામાં વિશ્વ રિકોર્ડ પ્રયત્નની સાથે ભારત માટે સવર્ણ પદક મેળવ્યું હતું.

હિમા દાસની મહેનત અને લગનના પરિણામે જ એપ્રિલમાં આયોજિત ગોલ્ડ કોસ્ટ કોમન વેલ્થ ગેમ્સમાં પસંદગી થઈ. જ્યાં એણે ૪૦૦ મીટરનું અંતર ૫૧.૩૧ સેકન્ડમાં પતાવ્યું. જ્યાં એ છઠ્ઠા સ્થાન પર રહી હતી.

જો કે ત્યાર બાદ ગુવાહટીમાં હાલના રાષ્ટ્રીય અંતર રાજકીય ચેમ્પિયનશીપમાં એણે ૫૧.૧૩ સેકન્ડના રેકોર્ડ સાથે પોતાના જ રેકોર્ડમાં સુધાર પણ કર્યો હતો.

જો કે ૨૦૧૮ની આ ભવ્ય અને ઐતિહાસિક જીત બદલ ભારતીય એથ્લેટીક્સ મહાસંઘના અધ્યક્ષ આદિલ સુમરીવાળાએ હિમા દાસને સવર્ણ પદક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા.

આખા વિશ્વમાં ભારતના નામનો ડંકો વગાડનારી હિમા કોઈ હાઇપ્રોફાઇલ ફેમિલીમાંથી નથી આવતી, પણ એક ખેડૂત પરિવાર સાથે સબંધ ધરાવે છે. એ માતા પિતાના ૬ સંતાનોમાં સૌથી નાની છે.

હિમાનો જન્મ અસમ રાજ્યના નોગવ શહેરના ઢીંગ ગામમાં ૯ જાન્યુઆરી ૨૦૦૦ના રોજ થયો હતો. એના પિતા ચોખાની ખેતી કરતા એક સામાન્ય ખેડૂત છે.

સૌથી ખાસ વાત તો એ છે કે હિમાને પ્રેક્ટિસ માટે પણ શરૂઆતમાં કોઈ ખાસ સુવિધા, ટ્રેક કે ગાર્ડન નોહતું મળતું. હિમાની દોડવાની પુરી ટ્રેઇનિંગ એમના ગામ ઢીંગમાં જ થઈ છે. આ ગામમાં જ એના પિતાના ચોખાના ખેતરો છે. અને આ ખેતરો જ એના માટે એ દોડનું મેદાન બન્યા જ્યાં એ દોડતી રહેતી હતી. જો કે પાછળથી કોચ દ્વારા સહાય મળી હતી.

ઉમા દાસે સ્થાનિક શાળામાંથી જ સ્કૂલની શિક્ષા મેળવી હતી. આ સમય ગાળા દરમિયાન હિમા દાસ શાળાના છોકરાઓ સાથે ફૂટબોલ અને કિકબોલ રમ્યા કરતી હતી.

હિમા એ આ ઐતિહાસિક જીત મેળવી એના ૧૮ માસ પહેલાથી જ જિલ્લા સ્તરની દોડ સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરૂ કરી દીધું હતું. સૌપ્રથમ એણે અસમના શિવસાગરમાં આયોજિત ઇન્ટર સીટી ડિસ્ટ્રીકટ મીટમાં ભાગ લીધો. ત્યાર બાદ જિલ્લા કક્ષાની એક સ્પર્ધામાં દોડતી વખતે હિમાને જોઈને જ એમના વર્તમાન સમયના કોચ નિપોન દાસે એથલીટીક્સ બનવા માટે તાલીમ આપવાનું શરૂ કર્યું.

હિમા ને કોચ નિપોન દાસે કહ્યું હતું કે મને પૂરો વિશ્વાસ છે કે હિમા આ પ્રતિયોગીતામાં ઓછામાં ઓછા પ્રથમ હરોળના ત્રણ નંબરોમાં સ્થાન તો જરૂર મેળવશે.

કોચના કહ્યા પ્રમાણે હિમાએ બે વર્ષ પહેલા જ રેસિંગ ટ્રેક પર પગલાં માંડયા હતા. જો કે પહેલા હિમા છોકરાઓ સાથે ફૂટબોલ રમતી અને એક સ્ટ્રાઈકર તરીકે પોતાની ઓળખ બનાવવાના સપના સેવતી હતી.

દીકરીને એથલીટ્સ બનાવવા માટે પરિવાર પાસે પૈસાની અછત અને હિમામાં રહેલ ટેલેન્ટને જોતા કોચ નિપોન દાસે જ આર્થિક સહાય કરીને નવા મુકામ સુધી પહોંચવામાં સહાય કરી.

ત્યાર બાદ પણ એથલીટ બનવા માટે હિમાએ પોતાના પરિવારને છોડીને લગભગ પોતાના ઘરથી ૧૪૦ કિલોમીટર દૂર રહેવું પડ્યું. જો કે સામાન્ય રીતે પહેલા તો દીકરીને ઘરથી દૂર મુકવા પરિવાર રાજી ન થયો, પણ કોચ નિપોન દાસ દ્વારા સમજાવ્યા પછી આખરે ગેઓ માન્યા. કદાચ દીકરીને દૂર મુકવાના યોગ્ય નિર્ણયે જ દીકરીને ઇતિહાસ રચવામાં આડકતરી રીતે સહાયક ભૂમિકા ભજવીછે.

પોતાના ઘરથી દૂર આવ્યા પછી હિમા દાસે સારૂસાજઇ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં રહીને ટ્રેનિંગ લેવાની શરૂઆત કરી.

જો કે વિશ્વ કક્ષાએ ઇતિહાસ રચ્યા પછી એથ્લેટીક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ પણ હિમા દાસને કામયાબી બદલ અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પનહીમાં દાસની આ સફળતાની સરાહના કરી હતી. કોંગ્રેસના પ્રસિદ્ધ નેતા અને વકીલ કપિલ સીબબલે પણ હિમાને બધાઈ આપી હતી.

જો કે હિમા દાસને દેશના તમામ લોકો તેમજ સામાન્ય જનતા દ્વારા પણ મીડિયા અને સોશિયલ મીડિયામાં બધાઈઓ આપવામાં આવી હતી.

આ પહેલા વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશીપમાં ૨૦૦૨ વખતે ડિસ્કસ થ્રોમાં સીમા પુનિયાએ કાસ્ય પદક મેળવ્યો હતો. તેમજ ૨૦૧૪માં ડિસ્કસ થ્રોમાં નવજીત કૌર ઢીલ્લોને પણ કાસ્ય પદક પોતાના નામે કર્યું હતું.

~ સુલતાન સિંહ

( નોંધ :- આપેલ માહિતી ઈન્ટરનેટના આધારે મેળવેલ માહિતી અન્ય રેફરન્સના આધારે કરેલ સુધાર વધાર સાથે.)

Advertisements

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: