Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

અનુભવMent – Book Review

કથામાં આવતા દરેક સ્થળની ટૂંકી પણ સચોટ અને રસપ્રદ માહિતી વાચકને મંત્રમુગ્ધ કરી મૂકે એવી છે. કથાના સૌથી વધું પ્રભાવી પાસાં કુદરતી સૌંદર્યનાં વર્ણનો, પ્રકૃતિના જડ તત્વોમાં કરેલું સજીવારોપણ અને ઇફેક્ટીવ ડાયલોગ છે. તંગ વાતાવરણમાં પણ લેખકે હાસ્યરસ રેલાવ્યો એ કાબિલે-દાદ છે.

Advertisements

Book Name – અનુભવMent
પ્રકાશક – આર આર શેઠ એન્ડ કં. (2017)
લેખક – મયુર પટેલ
ISBN No. – 9789351225027

“અનુભવment” એક એવા કથાનાયક, વિવાનની વાત છે. જે રાજવી સંતાન છે અને એના દાદાજીના અસ્થિવિસર્જન માટે એકલપંડે ભારતભ્રમણ માટે નીકળે છે. અસ્થિવિસર્જન સફળતાપૂર્વક પૂરું કરે તો જ આર્થિક કટોકટી અનુભવી રહેલા એના પરિવારને દાદાજીએ છુપાવીને રાખેલો રહસ્યમય ખજાનો મળે એવી શરત હોય છે. કેવું રહ્યું વિવાનનું ભારતભ્રમણ, એ હાર્દ છે આ ટ્રાવેલ નોવેલ ‘અનુભવમેન્ટ’નું.

લેખકે કથામાં માનવજીવનનાં દરેક પાસાઓને સજાગતાથી બખૂબી વણી લીધાં છે. ભગવાન પરની આસ્થા બરાબર છે, પણ ધર્મ પ્રેરિત અંધશ્રદ્ધા કેટલી બિહામણી છે તેનાં પર ખાસ પ્રકાશ પાડવામાં આવ્યો છે. એટલે જ આ માત્ર પ્રવાસકથા કે સાહસકથા ન બની રહેતા, એક ખરાં અર્થમાં ‘તર્પણયાત્રા’ સાબિત થાય છે. જુનાં રુઢીગત બંધનોની તર્પણયાત્રા!

કથામાં આવતા દરેક સ્થળની ટૂંકી પણ સચોટ અને રસપ્રદ માહિતી વાચકને મંત્રમુગ્ધ કરી મૂકે એવી છે. કથાના સૌથી વધું પ્રભાવી પાસાં કુદરતી સૌંદર્યનાં વર્ણનો, પ્રકૃતિના જડ તત્વોમાં કરેલું સજીવારોપણ અને ઇફેક્ટીવ ડાયલોગ છે. તંગ વાતાવરણમાં પણ લેખકે હાસ્યરસ રેલાવ્યો એ કાબિલે-દાદ છે. અહીં એવા ઘણાં પ્રશ્નો છે, જે આપણામાં દરરોજ જન્મતાં રહે છે. એ દરેક પ્રશ્ન, દરેક સમસ્યાઓનો ઉકેલ એટલે અનુભવMent.

‘હવે શું થશે’ એવી આતુરતા વાચકને વાર્તાના અંત સુધી જકડી રાખવામાં સફળ રહે છે!

વાર્તાના દરેક પાત્રો વાચકના મગજમાં એક અમીટ છાપ છોડી જાય છે. એમાય એનાં વર્ણનો તો આહા…! જેલમાંથી છુટીને આવેલો જેસિંગ, પ્રકૃતિ પ્રેમી કેરેલાનો ક્રિશ્ના, બજારુ ઔરત ‘તિતલી’ કે પછી જર્મનીની લિઝેલ હોઈ… તમે એના પ્રેમમાં પડ્યા વિના રહી શકો નહિ.

અહીં કેટલાંક સંવાદો રજુ કરું છું, જેને તમે જેટલી વાર વાંચશો, એટલાં વધું તેનાં ગૂઢ અર્થની નજીક પહોંચી શકશો… તેના ઇશારાને સમજી શકશો.

“જિંદગીને હંમેશા બીજો મોકો આપવો જોઈએ. ધણીવાર અણધાર્યા ચમત્કારો થઇ જતા હોઈ છે.”


“જંગલમાં માણસ વિદેશી ગણાય. અહીં ક્યારે શું બની જાય એ કહેવાય નહીં.”


“એને ભૂલ્યો જ ક્યાં છું કે યાદ કરવી પડે. જેણે તમને યાદ રાખવા જેવું ઘણુબધું આપ્યું હોય, એને ભૂલી જવું આસાન નથી હોતું.”


“માણસ કારણ વિના જ મોટાઈનું પોટલું ખભે ઊંચકીને ફરતો રહે છે. પહાડોની ગોદમાં આવીને એણે પોતાનો અહંકાર ઓગાળવાની કોશિશ કરવી જોઈએ.”


“આટલા નિષ્કલંક સોંદર્યને આંખોમાં ભરવાથી ચઢિયાતું બીજું સુખ શું હોઈ શકે…? હિમાલયની આ વિશાળતા અને ચરમ સુંદરતા જ કદાચ માનવીમાં વૈરાગ્યભાવ પેદા કરતી હશે.”


“અમીર માણસની સભ્યતા પાછળ એની સાચી પર્સનાલીટી છુપાઈ જતી હોય છે, પણ ગરીબ માણસનું વર્તન હંમેશા નિખાલસ અને નિરાડંબર હોય છે. ડગલે ને પગલે નડતી મુશ્કેલીઓથી લડતો ગરીબ માણસ કોઈ શિક્ષકથી કમ નથી હોતો. અભાવમાં જીવતા માણસોને જોઇને આપણને રીયલાઈઝ થાય છે કે ઈશ્વરે આપણને કેટલું બધું આપ્યું છે.”


“સમય વિતતા સુખ કે દુઃખની માણસને સ્પર્શવાની ક્ષમતા ઓછી થઇ જતી હોઈ છે. જીવનમાં વારંવાર બનતી પ્રિય કે અપ્રિય ઘટનાથી માનવમન ટેવાય જતું હોઈ છે અને પછી તેની ઝાઝી ઈમોશનલ ઈફેક્ટ નથી રહેતી.”


“આપણને મળેલી જિંદગી એટલી લાંબી નથી, કે કોઈ બીજા જેવા બનવામાં સમય વેડફીએ.”


“પરિસ્થિતિના સાક્ષી બનશો તો સુખી થશો. પરિસ્થિતિને કાબુમાં કરવાની કોશિશ નિરાશા લાવશે.”


“જીવનમાં કંઈપણ પકડી ના રાખવું. સંબંધ, સત્તા, સંપતિ… કંઈપણ. જે તારું હશે એ વગર પકડયે પણ તારી સાથે રહેશે જ, અને જે તારું નહીં હોય એ લાખ કોશિશ બાદ પણ છટકી જશે. લિવ ઈટ ઓન ગોડ.”

 

( લેખકે પ્રકૃતિના જડ તત્વોમાં કરેલું સજીવારોપણ ખુબજ અસરકારક છે. મેં થોડા દ્રષ્ટાંતો અલગ તારવ્યા છે, પરંતુ અહી મુકીશ તો રીવ્યુ ખુબ જ લાંબો થઇ જશે.)

મારું રેટિંગ : 5 માંથી 5 (slightsmile emoticon)

– ભાવિક એસ. રાદડિયા

Advertisements

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: