Gujarati Writers Space

ઓલ્ડ એજ હોમ : માઈક્રોફિક્શન

કરોડપતિ દિપકને મિત્ર સંજયે ફોનમાં કહ્યું હતું કે ‘કાલ સવારે દસ વાગ્યે એક જગ્યાએ તારે અતિથિવિશેષ બનીને આવવાનું છે.’

સંજયના આમંત્રણને સ્વીકારતી વખતે ઉતાવળમાં દિપક કઈ જગ્યાએ જવાનું છે, એ પૂછતાં જ ભૂલી ગયો હતો.

કિંમતી ગાડીમાં બેસી સંજયે કહેલ જગ્યા પર પહોંચે છે. એ જગ્યા હતી ‘ઘરડાઘર’.

આજ તેના જ હાથે આ ઘરડાઘરનું ઉદઘાટન હતું. ઉદઘાટન પત્યા પછી ‘મા’ વિશે બે શબ્દો બોલવા કહ્યું ત્યારે દિપક થીજી ગયો.

વર્ષો પહેલાં લકવાગ્રસ્ત મા’ને એ એક ઘરડાઘરમાં છોડી આવ્યો હતો. પછી ક્યારેય એ ત્યાં ગયો ન હતો. ત્યાં તેની મા’નું મૃત્યુ થયું હતું એ પણ એને ક્યાં ખબર હતી…?

શું બોલી શકે ‘મા’ વિશે…?

~ જાગૃતિ રામાનુજ

One Reply to “ઓલ્ડ એજ હોમ : માઈક્રોફિક્શન

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.