Gujarati

હૈયું રાખ્યું વશ, એથી છે રસક્સ

હૈયું રાખ્યું વશ.
એથી છે રસક્સ.

હા, ના, અથવામાં,
પકડાઈ ગઈ નસ.

આગળ જાવું છે?
તો બાજુએ ખસ.

હાથોમાં નહિ રહે,
પારા જેવો યશ.

આંખ ઉઘાડી ગ્યા,
ચાહતના નવ રસ.

દૂરી રાખીને,
કાઢ્યો ‘હું’ નો કસ.

હોય ગઝલમાં શું?
ધ્યાન ધર્યું છે બસ.

~ લક્ષ્મી ડોબરિયા

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.