Kiran Piyush Shah 'Kajal' - Poet's Corner - Gujarati & Hindi - Sarjak.org
Gujarati

શિવ સતીની કથા

શિવ સતીની કથા, યુગો યુગોથી ગવાણી.
આદિ કથા પ્રેમગાથા, ઘર ઘરમાં ભજવાણી.
સતીના પ્રેમની પરાકાષ્ટા, સ્ત્રીની જીદ મમત્વની કથા.
દિકરીનો પિયરમોહ ને પતિના સ્વમાનની કથા.
દેવી શક્તિરુપાની સામાન્યતાની આ કથા.
શિવતાંડવ સૃષ્ટીસર્જન, વિસર્જનની કથા.
દક્ષના ગર્વની ખંડનની સમજની કથા.
સતીના સતની દેહવિલોપનથી કથા.
સતીના પિંડ સ્થાપનથી શક્તિપીઠોની કથા.
પાર્વતીના જન્મથી શિવની શિવા બનવાની કથા.
આદિ અનાદિથી ગવાતી શ્રધ્ધાની કથા.
કાજલ ભક્તોની ભક્તિની આ કથા.
શાશ્ર્વત શિવ શંકરની હર હર મહાદેવની કથા.

~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.