Mittal Khetani - Poet's Corner - Gujarati & Hindi - Sarjak.org
Gujarati Poet's Corner

વૃદ્ધાશ્રમમાં પુત્રની જ સહી મળી છે

આંખો સૌની એટલે જ તો રડી છે
બધાંને પોતપોતાની અપેક્ષા નડી છે

લુંછી લેજો આંસુ હાથે જ ખુદનાં
અહીં ક્યાં કોઈને કોઈની પડી છે

લોહી કે લાગણીનાં સબંધો નહીં
અહીં તો ગરજ જ સૌથી વડી છે

દુશ્મન તો મારશે સામી છાતીએ જ
દોસ્તી પીઠે ખંજર લઈને ખડી છે

દીવા નીચે જ હોય અંધારું હંમેશા
વૃદ્ધાશ્રમમાં પુત્રની જ સહી મળી છે

પોતાનાં જ પોતાનું પોત પ્રકાશે છે
વૃક્ષે લાકડાની હાથો કુહાડી જડી છે

જેને દિલ દીધું છે તે જ દિલ તોડશે
રમવાની આ ટેવ સૌને હાથવગી છે

~ મિત્તલ ખેતાણી

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.