Mittal-khetani-poetry-gazals-gujarati litrature
Gujarati

મા ઈશ્વર તો બાપ જાપ છે

આજે ફાધર્સ ડે નિમિતે, હૃદય ની વાત🌹

શીર્ષક : મા ઈશ્વર તો બાપ જાપ છે

એનાં ઉપકારોનું ક્યાં માપ છે
બાપ એ બાપ એ બાપ છે

મા વિશે તો લખાયું કેટલુંય
મા ઈશ્વર તો બાપ જાપ છે

ચામડીનાં જોડાં પહેરાવે એ
હૈયે, હોઠે સંતાનોનો સંતાપ છે

ફોટામાં કે હોય નરોત્તમ જીવતાં
સતત વરસતા આશીર્વાદ છે

હાજરીમાં જ એને ભજી લેજો
પ્રભુનું પ્રત્યક્ષ સ્વરૂપ બાપ છે

બાપ થયાં પછીજ મૂલ્ય સમજાશે
અમૂલ્ય, અતુલ્ય, અનંત બાપ છે.

~ મિત્તલ ખેતાણી

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.