Gujarati

મન ને હું હાથમાં જ રાખું છું. .

મન ને હું હાથમાં જ રાખું છું. . !
એ જ એનો ઇલાજ રાખું છું. . !

આ સહજ થઈ જવાનો રસ્તો છે,
આજ માં ખાલી આજ રાખું છું. . !

થાય છે ત્યાં સવાર નો મહિમા,
જ્યાં વધાવી ને સાંજ રાખું છું. . !

નોખી રીતે તરસ ને પોંખું છું,
હું અષાઢી મિજાજ રાખું છું. . !

સાંભળ્યું મૌન ને તો લાગ્યું કે,
હું ય મારો અવાજ રાખું છું. . !

~ લક્ષ્મી ડોબરિયા

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.