Gujarati

બહુ વરસ્યો.

બહુ વરસ્યો.
કહું છું! જાને ક્યાંય કોરાટમાં
બે ચાર કલાક વિતાવી આવ.
કોક જરૂરમંતની
આંખોનો ભાર હળવો થશે.
અને હું અહીં,
મારું ભીનું મન સુકવી નાખું.
જરા ઉઘાડ આવે તો તડકે નાખું.
ફરી તું આવે ત્યારે કંઈક તો
કોરું જોઈશે ને !
તારી જીત જતાવવા.

~ રેખા પટેલ ‘વિનોદિની’

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.