Gujarati

નશાથી વધારે નશો

નશાથી વધારે નશો આંખ મળતા ચડે છે
સુરાલય જતા ઘર તમારું નજરમાં ચડે છે.

નથી કોઇ જન્નતનુ સપનું અમોને જગતમાં
તમારો જ સહવાશ મન્નતથી ગમતો જડે છે

બહારો ગણાવે ઈજારો મસ્તીનો અમારો
તમે છો રસ્તામાં રહેબર અમોને મળે છે.

તરંગો ઉડાવે ચમનમાં હદેપાર વાતો
વહેતા સમીરે તમારી ચર્ચા ગોટે વળે છે

ભલે જીંદગીમાં સતત લૌ જલે છે સજાની
તમેછો અહી તો સજા પણ મજા થઈ ફળે છે

ભલેને ફળીભૂત નાં થાય ઇચ્છા મિલનની
છતા પણ અમારૂ હતું દિલ ચડે છે પડે છે.

~ રેખા પટેલ ‘વિનોદિની

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.