Gujarati

ધીમાં ધીમાં ટીપાં

ધીમાં ધીમાં ટીપાં ઝરે છે
તપતી ધરતી સ્નેહે સજે છે.

હળવા પડતા ફોરામાં,
ભીની મીઠી ફોરમ ઉઠે છે .

સૂકાં લીલા અંકુરણ માં,
ઝીણું ઝીણું ઉગ્યા કરે છે.

ધીરે વિકસતી લીલાશ માં,
નીચે છાંયડાની ઠંડક ઝરે છે

~ રેખા પટેલ ‘વિનોદિની’

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.