તેમના ઘર મા વાવેલ એક કેકટસ.
અચાનક એક દિવસ થયુ અજાયબ.
એ કેકટસ માં ઉગી નીકળયા મીઠા કુમળા પાન.
એમા ખીલે છે નીત નવા ફુલ..
તેમને ફુલો ની અેલઁજી ને..
કરયો ધા ઘર બહાર…
ફરી મહેનત કરી વાવ્યુ એક સુંદર મઝા નુ કેકટસ.
સમય જતાં તેમાં પણ આવ્યો નવો ફાલ..
ફરી ફરી ઉગી નીકળયુ તેમા ફુલ.
‘કાજલ’ કેમ સમજાવે એ કેકટસ તમારુ પથ્થર હ્રદય…
જેમાં ઉગી નીકળે છે વારંવાર લાગણી કેરા છોડે…
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’