તારો અને મારો પ્રેમ …
સ્વફૂરિત જાણે નાયગ્રા નો ધોધ
સ્વરચિત જાણે રામાયણ નો બોધ .
જોનારા સહુ કહેતા આવ્યા …
આ બે પ્રેમી પારેવા સજોડ
આ શ્વાસ ઉછ્સ્વાસ સજોડ
દુર જતાં તો બનતા આવ્યા …
પ્રેમી હંસલા ની તૂટી જોડ
આ તો ચાંદ ચકોરની તોડ
~ રેખા પટેલ ‘વિનોદિની’