તારી યાદો સાથે
એક કોલ
વિખરાઇ મારી દુનીયા..
રેતી ના મહેલ જેમ વેરાઇ.
સમેટવા મથ્યા કરું..
સમય ના સુનામી સામે..
લડયા કરુ નિરંતર
ડયાઁ કરું દરેક કોલ ની રીંગ પર..
ભુલવા મથ્યા કરું…
ભુલાય નહી એ દુસ્વપ્ન.
એ દિવસે આવેલ કોલ.
પુણઁ ખીલેલ જીવન..
સપના ના સોપાન ચડતા…
એ સપના ઓ સાકાર થવાની પળ..
ને સમયરુપી સુનામી…
સ્મસ્ત વહી ગયું..
સુનામી પછી ના અંધકાર માં
ખોવાતી,અટવાતી,અથડાતી,વિખરાતી રહી..
ફરી ઉભી થઇ સંજોગ ને માત આપવા..
“કાજલ”ફીનીક્સ પંખી ની જેમ.
રાખ માંથી સામ્રાજય ઉભુ કરવા.
હા! સામ્રાજય
મારા અસ્તિત્વ નુ..
મારા તારા સપના ઓનુ
મારી જીજીવિષા નુ.
મથ્યા કરીશ….
અંતિમ શ્ર્વાસો સુધી.
સાબીત કરવા આપેલ જીવન અણમોલ.
હા! અણમોલ જીવન ને સાથઁક કરવા.
એકલી એકલપંડે તારી યાદો ની સાથે….
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’