Gujarati

તમારી યાદ ના તાણાવાણા

ગુથુ છું તમારી યાદ ના તાણાવાણા કરોળીયો બની ને.
જીવન ફોરમ તમારા જીવન ની ચુસું ચુસું છું ભમ્રર બની ને.
દુઃખો આપના અનુભવવા ઉગુ છું થોર બની ને.
હાસ્ય આપનુ અનુભવવા ઝુલુ છું છોડે છોડે ગુલાબ બની ને.
આપની જેમ વ્યાપક બનવા ફેલાવ છું ફોરમ બની ને.
આપની યાદો ની મૌસમ માં ફરુ છુ આપની બની ને.
‘કાજલ’ છું અને શ્યામ ના રંગમાં રંગાઇ ધુમુ છું દીવાની બની ને.

~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.