Gujarati

જુનુ પુરાણું

જુનુ પુરાણું એક ખંડેર હતું.
તેની લોકવાયા ભુતાવળ હતી.
સાંજ પડે તો ઠીક છે ,
કોઈ દિવસે પણ ફરકતું નહોતું.
એક રાત આશ્ચર્ય વચ્ચે,
અંદર ક્યાંક આગ પ્રગટી .
મહી કાચની બંગળીઓ રણકી
ભાગો ભૂત કે કોઈ ડાકણ ટપકી
ચારેબાજુ ભાગદોડ મચી.
ત્યાંતો વળી ખંડેર માંથી
રોટલાની સોડમ પ્રસરી.
તૃપ્તિના ઓડકાર સંભળાયા.
ભૂતનું નામ ઓઢી,
બેવ જણાએ નિરાંતે ઊંઘ ખેંચી.
ફરી ચર્ચાઓ છાપરે ચડી
મહી આખું કુટુંબ ભૂત બન્યું છે.

~ રેખા પટેલ ‘વિનોદિની’

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.