જયારે જયારે તુજ નયનો થી નયન મળે.
એક તાર અેવો હ્રદય માં રણકી પડે.
મારા શ્ર્વાસો ના સ્પંદન માં તારી સુગંધ પ્રસરી ઉઠે.
ને હોઠ પર એક મીઠું નામ આવી ચડે.
વાતો ની વાતોમાં રાતો હાથ માંથી સરકી પડે.
ને તુજ સંગ જીવન નવપલ્લવિત થઇ પડે
‘કાજલ’ જીવન આમજ સુ મધુર થઇ પડે.
તુજ સંગ આમ જન્મો જન્મ નો કોલ થઇ પડે.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’