ખેલો કેવા જોવા મારે,
આખે આખા ખોવા મારે.
સમજણ કેવી મારી નોખી,
ભણતર છોડી રોવા મારે.
વળતર આપે પાછુ ન્યારુ,
માથે માથે દેવા મારે.
ગણતર સાથે થોડુ ઝાઝુ,
સામી છાતે લેવા મારે.
ઇશ્ર્વર સામું ક્યારે જોશે,
સઘળાં પાપો ધોવા મારે.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Reflection Of Creativity
ખેલો કેવા જોવા મારે,
આખે આખા ખોવા મારે.
સમજણ કેવી મારી નોખી,
ભણતર છોડી રોવા મારે.
વળતર આપે પાછુ ન્યારુ,
માથે માથે દેવા મારે.
ગણતર સાથે થોડુ ઝાઝુ,
સામી છાતે લેવા મારે.
ઇશ્ર્વર સામું ક્યારે જોશે,
સઘળાં પાપો ધોવા મારે.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’