ક્ષિતિજ માં નજર ખુપાવી,
બેઠી હતી એકલી.
સંધ્યા ની લાલીમા ને,
ઘોળી ને પી જવા કે.
ઝાંખા હતા રંગ સંધ્યા ના,
તેની પાસે.
નીરખી રહી આતુરતા સાથે,
સૂયાઁસ્ત નુ આખરી કિરણ.
‘કાજલ’ ઉઠી નિસ્ચલ મન સાથે,
હવે સૂયોઁદય નક્કી જ છે.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’