Gujarati

કક્કામાં મેં અક્ષર જોયા

કક્કામાં મેં અક્ષર જોયા,
ને, અક્ષરમાં ઈશ્વર જોયા.

સીધા સાદા પ્રશ્નોનાં પણ,
અઘરા અઘરા ઉત્તર જોયા.

ખાલીપો ભરવાના રસ્તા,
ગીત-ગઝલમાં નવતર જોયા.

સંબંધોનાં પરપોટા પર,
હીરા-મોતી જડતર જોયા.

સમજણનો દીવો પ્રગટાવી,
દુ:ખનાં કારણ અંદર જોયા.

~ લક્ષ્મી ડોબરિયા

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.